Jan 27, 2026

  • Add News

Surat Accident: Youth dies after bike slips, falls under bus

Surat Accident:સુરતના કતારગામમાં બાઇક સ્લીપ થતાં  ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સીટી બસ અને બાઈક રોડ પર પસાર થતા હતા ત્યારે   બાઇકર્સ બ્રેક મારવા જતાં   સંતુલન ગુમાવ્યું અને  બાઈક પરથી પટકાતા સીટી બસના પાછળના વ્હીલમાં આવી ગયો, જેના કારણે ઘટનાસ્થળેકમકમાટીભર્યું મોત નિપજ્યું. જ્યારે બાઈક પર બેઠેલો અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.   મૃતક યુવકની ઓળખ 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી તરીકે થઇ છે. જે હીરાના કારખાનેદારે હતા.અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ ગઇ

CCTV: pic.twitter.com/K5iMcwE5KS

. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, બસની સમાતરે ચાલતા બાઇકર્સનું બાઇક સ્લીપ થઇ જતાં તે બસની નીચે ફંટાઇ ગયા હતા. સમગ્ર દુર્ઘટના મામલે  રોડ ભીનો હોવાથી સ્લીપ થયાનું પણ સામે આવ્યું છે. સુરત કતારગામ પોલીસે ગુનો નોંધીને તપાસ  ચાલું કરી છે.

માત્ર 29 વર્ષની નાની ઉંમરે નિકુંજભાઈનું અવસાન થતા સવાણી પરિવાર અને રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટના અંગેની જાણ થતાકતારગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નિકુંજભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિટી બસના ચાલક સામે ગુનો નોંધવાની સાથે, જે રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકની શોધખોળ  પણ કરવામાં આવી રહી છે.  આ માટે   આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.  અકસ્માત આખરે કેવી રીતે સર્જાયો ક્યાં કારણો કારણભૂત હતા તે તપાસ ચાલી રહી છે.                                                                                                                                                                   


0 thoughts on “Surat Accident: Youth dies after bike slips, falls under bus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

We use cookies to ensure that we give you the best experience on our website. By continuing to browse our site we'll assume that you understand this. Learn more