ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે દાવો કર્યો કે પોલીસે તેમને નજરકેદ કરી દીધા છે. તેમણે ગુરુવારે રાત્રે વીડિયો જાહેર કરીને કહ્યું કે તેમના ઘરની બહાર ભારે પોલીસ અને અર્ધસૈનિક દળ તહેનાત છે. પોલીસ તેમને ઘરની બહાર જવા દેતી નથી. બીજી તરફ લદ્દાખ પોલીસનું કહેવું છે કે આ હાઉસ અરેસ્ટ નથી. આ ચૂંટણી દરમિયાન લાગુ કરવામાં આવેલી નિષેધાજ્ઞા(ચોક્કસ પ્રવૃત્તિ)નું પાલન છે. વાંગચુક અને લદ્દાખના સંગઠનો 4 ડિસેમ્બરે યોજાનારી પહાડી પરિષદની ચૂંટણી શિયાળામાં યોજવાનો વિરોધ કરી રહ્યા છે. પોલીસે એક દિવસ પહેલાં જ વાંગચુકને પ્રદર્શન સ્થળેથી હટાવ્યા હતા. ત્યારબાદ પોલીસ તેમને તેમના ઘરે લઈ ગઈ હતી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, એક આદેશમાં તેમના લેહ આવવા-જવા પર 60 દિવસનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વાંગચુકે કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શનમાં સામેલ થવાથી રોકવાના વિરોધમાં તેઓ મેજિસ્ટ્રેટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશે. લદ્દાખમાં ચૂંટણીનો વિરોધ કેમ, 2 કારણો… 24 સપ્ટેમ્બરની ઘટનાનો અહેવાલ જાહેર કરવાની માગ વાંગચુકે ગયા વર્ષની 24 સપ્ટેમ્બરની ઘટના અંગે કમિશન ઑફ ઇન્ક્વાયરીનો અહેવાલ જાહેર કરવાની માગ ફરી દોહરાવી. તેમણે આરોપ લગાવ્યો કે આ મામલાને દબાવવામાં આવી રહ્યો છે. વાંગચુકે કહ્યું કે સમગ્ર લદ્દાખમાં સફળતાપૂર્વક પ્રદર્શનો યોજાયા છે અને માંગણીઓ પૂરી થાય ત્યાં સુધી આ પ્રદર્શનો ચાલુ રહેશે. તેમણે સમર્થનની અપીલ પણ કરી. વાંગચુકે કહ્યું કે લદ્દાખના લોકો હંમેશાં ભારતની યુવા પેઢી અને દેશની સરહદોની રક્ષા કરી રહેલા જવાનો સાથે ઊભા રહ્યા છે. લદ્દાખ ચૂંટણી: પ્રથમ વખત 8 જિલ્લાઓમાં 8 પરિષદો બનશે 4 ડિસેમ્બરે લદ્દાખમાં લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC)ની ચૂંટણી યોજાશે. આ કોઈ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નથી. આ લદ્દાખની સ્થાનિક સરકારની ચૂંટણી છે, જે રસ્તા, પાણી, શાળા, આરોગ્ય, ખેતી, જમીન જેવા રોજિંદા કામોનું ધ્યાન રાખે છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે પહેલી વાર 8 જિલ્લાઓમાં 8 અલગ-અલગ પરિષદો બનશે. અગાઉ માત્ર 2 પરિષદો હતી-લેહ અને કારગિલ. હવે 6 નવા જિલ્લા બન્યા છે, તેથી 8 પરિષદો હશે. 4 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે. 24 સપ્ટેમ્બર 2025: લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગને લઈને હિંસા ભડકી લદ્દાખમાં પૂર્ણ રાજ્યના દરજ્જાની માગને લઈને સોનમ વાંગચુક આંદોલન કરી રહ્યા હતા. આ દરમિયાન 24 સપ્ટેમ્બરે હિંસા ભડકી ઊઠી હતી. યુવાનોએ ભાજપ કાર્યાલય, હિલ કાઉન્સિલ અને અનેક વાહનોમાં આગ લગાવી દીધી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો. 1989 પછી લદ્દાખમાં થયેલી આ સૌથી મોટી હિંસામાં 4 લોકોનાં મોત થયા હતા, જ્યારે 80થી વધુ આંદોલનકારીઓ અને 30 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
0 thoughts on “‘મને ઘરમાં નજરકેદ કરાયો’:પ્રદર્શન પહેલાં જ સોનમ વાંગચુકની 'ઘેરાબંધી', લદ્દાખ ચૂંટણીના વિરોધનું રણશિંગુ ફૂંકતા પહેલાં જ અવાજ દબાવવાનો પ્રયાસ?”
Leave a Reply
Your email address will not be published. Required fields are marked *
RECENT NEWS
- અમિતાભના ઘરે ફાયરિંગનું પ્લાનિંગ કરનાર 2 શૂટર અરેસ્ટ:શીખ વિરોધી નિવેદનનો આરોપ; ધમકી બાદ બુલેટપ્રૂફ કાચમાં જોવા મળ્યા હતા એક્ટર
- પીએમ મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રીની ટિકિટ ખરીદી:ડીકે શિવકુમારે જણાવ્યું- મારી પાસે પૈસા નહોતા; બંનેએ મેટ્રોમાં મુસાફરી કરી હતી
- જમ્મુ-કાશ્મીરમાં પોલીસકર્મીઓના મૃતદેહ ડમ્પરમાં લાવવાનો આરોપ:BJP ધારાસભ્યાએ કહ્યું- શહીદોનું અપમાન; કોંગ્રેસે કહ્યું- ગ્રામજનોએ કફન આપ્યું, તાબૂત મળ્યા નહોતા
- કર્ણાટકમાં 7 વર્ષ બાદ જીવતી મળી ગુમ થયેલી મહિલા:પિતાએ માન્યું કે હત્યા થઈ હતી; જેના પર હત્યાનો આરોપ મૂક્યો હતો, એ જ વ્યક્તિએ શોધી કાઢી
- બિરસા મુંડાની આજે 151મી જન્મજયંતી:પીએમ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે, 3 હજાર કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન-શિલાન્યાસ થશે












