Nov 25, 2026

  • Add News

TAT-HS ઉમેદવારોના ન્યાય માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશનની વધુ એક રજૂઆત: વિસનગર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રી-એસેસમેન્ટ સહિત પારદર્શિતાની માંગ ઉઠાવી.

 

વિસનગર, તા. 25 નવેમ્બર 2026

TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા તેમજ ઉમેદવારોના હિતોનું રક્ષણ કરવા માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા ગુજરાતભરમાં રજૂઆત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે વિસનગર ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર સુપરત કરી TAT-HS ઉમેદવારોના પ્રશ્નો અને તેમની વિવિધ માંગણીઓ વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશનના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણીના માર્ગદર્શન હેઠળ જનક પટેલ અને આશાબેન ઠાકોર દ્વારા ઉમેદવારોના હિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં મુખ્ય પાંચ માંગણીઓ રજૂ કરવામાં આવી છે:

1. પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે તથા બંને પેપરના કુલ ગુણની સ્પષ્ટ વિગતો આપવામાં આવે.
2. પારદર્શિતા જાળવવા ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે.
3. ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખવામાં આવે અને મૂલ્યાંકન સંબંધિત ભૂલો સામે રજૂઆત કરવાની તક આપવામાં આવે.
4. કોઈપણ સંજોગોમાં TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે. જો કોઈ ગેરરીતિ કે અનિયમિતતા જણાય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવે.
5. ઉમેદવારોના હિતમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી મૂલ્યાંકનમાં થયેલી સંભવિત ભૂલો સુધારી ઉમેદવારોને યોગ્ય ન્યાય મળી શકે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. TAT-HS પરીક્ષા સાથે હજારો ઉમેદવારોનું ભવિષ્ય જોડાયેલું હોવાથી તેમની રજૂઆતોને ગંભીરતાથી લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ફેડરેશન દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં આ અભિયાનને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. ઉમેદવારોને ન્યાય મળે અને તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ આવે તે માટે લોકશાહી અને કાયદાકીય માર્ગે રજૂઆત ચાલુ રાખવામાં આવશે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)
મહેન્દ્ર આયલાણી
ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટundefined


0 thoughts on “TAT-HS ઉમેદવારોના ન્યાય માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશનની વધુ એક રજૂઆત: વિસનગર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રી-એસેસમેન્ટ સહિત પારદર્શિતાની માંગ ઉઠાવી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

We use cookies to ensure that we give you the best experience on our website. By continuing to browse our site we'll assume that you understand this. Learn more