Jan 26, 2026

  • Add News

If you flush in the toilet in this way, be careful, increase the risk of disease, research reveals

American Journal of Infection Control અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, ટોયલેટમાં ફ્લશ કર્યાં બાદ આખા બાથરૂમમાં સૂક્ષ્મ કણો ફેલાયેલા જોવા મળ્યા હતા. આ અભ્યાસમાં ઢાંકણ ખુલ્લું અને બંધ એમ બંને રીતે ફ્લસ કક� ��ીને હવામાં ઉડતા અત્યંત સૂક્ષ્મ કણોને ટ્રેક કરવામાં આવ્યા હતા, અને તેઓ ક્યાં સ્થિર થતા તો ક્યાંક  હવામાં ઉડતા જોવા મળ્યાં હતા. આ પરિણામો આશ્ચર્યજનક હતા.

સંશોધન શું કહે છે?

અભ્યાસો અનુસાર, ફ્લશ કરવામાં આવે ત્યારે ટોઇલેટ બાઉલમાંથી ખૂબજ નાના કણો બહાર નીકળે છે. આ એટલા નાના છે કે તે નરી આંખે જોઇ શકતા નથી અને હવામાં ઝડપથી ફેલાય છે. આટલું જ નહિ જો ઢાંકણુ બંધ કરીને ફ્લશ કરવામાં આવે તો પણ , કેટલાક સૂક્ષ્મ કણો બહાર નીકળી જાય છે અને બાથરૂમમાં ફેલાય છે. આનો અર્થ એ નથી કે ઢાંકણ બંધ કરવું નકામું છે. બંધ ઢાંકણમાં આ કણો બાથરૂમમાં ઓછા ફેલાય છે. બંધ ઢાંકણમાં કણો ફેલાવવાનોગેપ રહે છે. જેના કારણે આવું બને છે.

ઢાંકણ બંધ કરવું શા માટે મહત્વપૂર્ણ?

ઢાંકણમાં ગેપ હોવાથી તે બધ<ા /span>કણોને ફેલાતા ન રોકી શકે પરંતુ તેનાથી ફરક પડે છે. મોટા ટીપાં સીધા બહાર ઉડવાને< /span> બદલે ઢાંકણની નીચે ફસાઈ જાય છે. ઢાંકણ બંધ કરવું એટલા માટે પણ જરૂરી છે કે આ કણો ટૂથબ્રશ, ટોવેલમાં ચોંટી શકે છે. એટલા જ ટૂથ બ્રશનું સ્ટેન્ડ શક્ય હોય તેટલુ ં દૂર રાખવું જોઇએ અને સવારે તેને બરાબર સાફ કરીને જ યુઝ કરવું જોઇએ.

ફક્ત ઢાંકણ પર આધાર રાખવો પૂરતો નથી. યોગ્ય સ્વચ્છતા ઘણી બધી આદતોના મિશ્રણથી આવે છે. ટોયલેટ સીટ, ફ્લશ હેન્ડલ અને આસપાસની સપાટીઓને નિયમિતપણે સાફ કરવી જરૂરી છે. વેન્ટિલેશન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બંધ બાથરૂમ હવા અને વરાળને ફસાવે છે, જેના કારણે કણો લાંબા સમય સુધી ટકી રહે છે. ટૂથબ્રશ અને અન્ય અંગત વસ્તુઓને શૌચાલયથી દૂર રાખવાથી પણ મદદ મળે છે. ઢાંકણ બંધ કરવું એ એક નિયમિત ભાગ હોવો જોઈએ, એકમાત્ર ઉકેલ નહીં. ફ્લશ કરતા પહેલા ઢાંકણ બંધ કરવું, નિયમિતપણે સાફ કરવું અને હાથ યોગ્ય રીતે ધોવા - આ બધું એકસાથે કામ કરે છે.

 


0 thoughts on “If you flush in the toilet in this way, be careful, increase the risk of disease, research reveals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

We use cookies to ensure that we give you the best experience on our website. By continuing to browse our site we'll assume that you understand this. Learn more