Jan 08, 2026

  • Add News

Congress Protest: Congress protests at municipal office in Gandhinagar over typhoid outbreak

ગાંધીનગર  મહાનગરપાલિકાની  કચેરીમાં  પહોંચીને  કોંગ્રેસના  કાર્યકરોએ  આજે હોબાળો  મચાવ્યો  હતો. ગાંધીનગરમાં આવતા દૂષિત પાણીના કારણે હાલ 88 જેટલા લોકો સારવાર હેઠળ છે. આવી પરિસ્થિત વચ્ચે આજે ગાંધીનગર  મનપાના  કોર્પોરેટરો  ભાવનગર ક્રિકેટ  રમવા  પહોંચ્યા હતા. આ  મુદ્દાને  લઇને  કોંગ્રેસે  હોબાળો કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરો  મનપાની  કચેરી પહોંચ્યા હતા અને દૂષિત પાણીથી બીમાર જનતા હોવા છતાં  મનપાના  કર્મચારીઓ ક્રિકેટ  રમવામાં  વ્યસ્ત હોવાના આક્ષેપો કરતા હોબાળો  મચાવ્યો  હતો. કોંગ્રેસના  કાર્યકરોએ  માટલાની  અંદર દૂષિત પાણી ભરીને  માટલા  ફોડીને  વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઉગ્ર  સૂત્રોચ્ચાર  કર્યાં હતા.

ઉલ્લેખનિય  છે કે, ગાંધીનગરમાં 21 જેટલી પાણીની લાઇન  લિકેજ  હતી, જેના કારણે  દુષિત  પાણીજન્ય  રોગોચાળો  ગાંધીનગરમાં ફાટી નીકળ્યો છે. કોલેરા,  ટાઇફોઇડના  કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.    દૂષિત પાણીના કારણે હાલ 88 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, આવી સ્થિતિમાં ભાવનગર ક્રિકેટ  ટૂર્નામેન્ટની  ઓપનિંગ  સેરેમનીમાં  કોર્પોરેટર  સહિતના  પદાધિકારીઓ  પહોચ્યા  છે. આ  મુદાને  કોંગ્રેસના  કાર્યકરોએ  ઉઠાવતાં  આજે  મનપા  કચેરીમાં પહોંચ્યા હતા અને આ  મુદ્દે  ઉગ્ર રજૂઆત કરી હતી.

આ સમગ્ર મામલે  મનપાના  કમિશનરે  સ્થિતિ  કાબૂમાં  હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું  હતુ  કે,  "તમામ 21  લિકેજ  દૂર કરી દેવામાં આવ્યા  છે.હાલ  88 જેટલા દર્દીઓ ગાંધીનગર  સિવિલમાં  સારવાર લઈ રહ્યા છે, સારવાર લઈ રહેલા તમામ  દર્દીઓની  તબિયત સુધારા પર છે. ગઈકાલ સુધીમાં 45 જેટલા  દર્દીઓને  ડિસ્ચાર્જ કરાયા હતા. ગઈકાલ સુધીમાં 1600 જેટલા પાણીના  સેમ્પલ  લેવામાં આવ્યા છે.


0 thoughts on “Congress Protest: Congress protests at municipal office in Gandhinagar over typhoid outbreak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

We use cookies to ensure that we give you the best experience on our website. By continuing to browse our site we'll assume that you understand this. Learn more