ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચીને કોંગ્રેસના કાર્યકરોએ આજે હોબાળો મચાવ્યો હતો. ગાંધીનગરમાં આવતા દૂષિત પાણીના કારણે હાલ 88 જેટલા લોકો સારવાર હેઠળ છે. આવી પરિસ્થિત વચ્ચે આજે ગાંધીનગર મનપાના કોર્પોરેટરો ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા હતા. આ મુદ્દાને લઇને કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરો મનપાની કચેરી પહોંચ્યા હતા અને દૂષિત પાણીથી બીમાર જનતા હોવા છતાં મનપાના કર્મચારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત હોવાના આક્ષેપો કરતા હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ માટલાની અંદર દૂષિત પાણી ભરીને માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતા.
ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરમાં 21 જેટલી પાણીની લાઇન લિકેજ હતી, જેના કારણે દુષિત પાણીજન્ય રોગોચાળો ગાંધીનગરમાં ફાટી નીકળ્યો છે. કોલેરા, ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દૂષિત પાણીના કારણે હાલ 88 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, આવી સ્થિતિમાં ભાવનગર ક્રિકેટ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં કોર્પોરેટર સહિતના પદાધિકારીઓ પહોચ્યા છે. આ મુદાને કોંગ્રેસના કાર્યકરોએ ઉઠાવતાં આજે મનપા કચેરીમાં પહોંચ્યા હતા અને આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.
આ સમગ્ર મામલે મનપાના કમિશનરે સ્થિતિ કાબૂમાં હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, "તમામ 21 લિકેજ દૂર કરી દેવામાં આવ્યા છે.હાલ 88 જેટલા દર્દીઓ ગાંધીનગર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે, સારવાર લઈ રહેલા તમામ દર્દીઓની તબિયત સુધારા પર છે. ગઈકાલ સુધીમાં 45 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. ગઈકાલ સુધીમાં 1600 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.
0 thoughts on “Congress Protest: Congress protests at municipal office in Gandhinagar over typhoid outbreak”
Leave a Reply
Your email address will not be published. Required fields are marked *
RECENT NEWS
- Plan for Abol Animals and Birds: 20 Collection Centers, 12 Treatment Centers to be set up for the treatment of birds
- Bhaskar follow-up: Kharel-Ena expressway will not be launched, date again extended
- Anger among the villagers: A tank built at a cost of Rs 12 lakh in Singhod village of Jalalpur taluka collapsed before the inauguration of the tank 3 months ago.
- 1292 pilgrims from Ahmedabad leave for Somnath: Somnath Swabhiman Parv celebrations Train departure
- Protest ahead of AAP rally in Godadara in Surat, ink thrown on poster of Isudan, Italia











