Sep 09, 2026

  • Add News

Vivo V80 Lite 5G Global Launch, Will Get 10000mAh Battery

Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ થઈ ગયો છે. ચીની બ્રાન્ડનો આ ફોન 10,000mAh ની દમદાર બેટરી સાથે આવે છે. કંપનીએ પહેલાથી જ આ ફોન મલેશિયામાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવી દીધો છે. આ પહેલા કંપનીનો આ ફોન પાકિસ્તાનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાનમાં લોન્ચ થયેલા મોડેલમાં 7050mAh ની બેટરી મળે છે અને તે ભારતમાં લોન્ચ થયેલા Vivo S2 નો રીબ્રાન્ડ મોડેલ છે.

 

Vivo V80 Lite 5G ની કિંમત

ચીની કંપનીએ હાલમાં ફોનની કિંમત અને સેલ ડેટ વગેરે જાહેર કર્યા નથી. વીવોનો આ સ્માર્ટફોન ત્રણ સ્ટોરેજ વેરિયન્ટ્સ- 6GB RAM + 128GB, 6GB RAM + 256GB અને 8GB RAM + 256GB માં આવે છે. ફોન મલેશિયામાં બ્લેક, ગ્રીન અને પિંક એમ ત્રણ કલર ઓપ્શનમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ ખરીદી શકાશે. રિપોર્ટ મુજબ, વીવોનો આ સ્માર્ટફોન મિડ-પ્રાઇસ રેન્જમાં આવી શકે છે.

આ પણ વાંચો... OnePlus Nord CE 6 પરોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

Vivo V80 Lite 5G ના ફીચર્સ

વીવોનો આ ફોન 6.83 ઈંચના 1.5K રિઝોલ્યુશન વાળા AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. ફોનનો ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 1260 x 2800 પિક્સલ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ફોનના ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 2000 nits સુધીની છે. આ ફોન IP68 + IP69 રેટેડ છે, જેના કારણે પાણીમાં ડૂબવાથી કે પલાળવાથી તે ખરાબ નહીં થાય. તેમાં Android 16 પર બેઝ્ડ OriginOS મળે છે.

Vivo V80 Lite 5G ફીચર્સ
ડિસ્પ્લે 6.83 ઈંચ, 1.5K AMOLED, 120Hz
પ્રોસેસર MediaTek Dimensity 7300e
સ્ટોરેજ 8GB, 256GB
બેટરી 10000mAh, 44W
કેમેરા 50MP + 2MP, 32MP
OS Android 16, OriginOS 6

આ ફોન 10,000mAh ની જંબો બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેને ચાર્જ કરવા માટે 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળે છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, ડ્યુઅલ બેન્ડ WiFi, Bluetooth 5.4, USB Type C જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.


RSS News
ABPLive

0 thoughts on “Vivo V80 Lite 5G Global Launch, Will Get 10000mAh Battery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

We use cookies to ensure that we give you the best experience on our website. By continuing to browse our site we'll assume that you understand this. Learn more